Varta

બાળ વિભાગ અને વાર્તા

જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખા...

ચકલા મારો નહી

                   'ચકલાંને મારો નહિ જ... 



'- ચકલાંઓ જો ચીંચી કરે તો એ છે એમનું સિગ્નલ પક્ષીઓ કેકારવ કરે તો એ છે એમનું સંગીત ચકલાંને મારો નહિ જ...!રાજાનો હુકમ થયો. લોકો નવાઈ પામી ગયા કે રાજા આ વળી શું કહે છે ? રાજાને ચકલાંઓ શું નડયાં ?પણ નડયાં જ હતાં. ચકલાં- ચકલીઓ, નાના-મોટાં પંખીઓ ચકચક-ચીં કરનારાં ભોળા ભલા પંખીડાઓ રાજાને નડયાં જ હતાં.વાત એવી કે રાજાને મોડા ઊઠવા જોઈએ. ચકલીઓ તો વહેલી ઊઠે. શરૃ કરી દે. ચીં- ચીં, ચકચક- ચીં, ચીં ચીં. ચકલીઓ કંઈ એક પ્રકારની હોય છે ? જેટલી જાત એટલી ચીંચીં. જેટલી ભાત એટલી ચક-ચીં.રાજાને ઊંઘમાં ખલેલ પડી જાય. તેની વહેલી સવારની મીઠી નીંદર વીંખાઈ- પીંખાઈ જાય. તેઓ જેવા ઊઠે કે આદેશ આપી દે ઃ 'ચકલાંને મારો.'રાજાનો હુકમ. દરવાનો, ચોકીદારો ભૈયાઓ દોડીને કહે ઃ 'ચીડિયાં કો મારો.'કોઈ પથરાથી મારે, કોઈ ગિલોલથી મારે, કોઈ વળી તીરનાં નિશાન તાકે, અરે તલવારલઈને ય પાછળ પડે. ખુદ રાજા અગાશીમાંથીબંદૂકના ભડાકા કરે.ચકલાં મરે કે ના ય મરે, અને ચકલાં તો નિર્દોષ, ભોળા ભલા જીવ. બીજી સવારે પાછાં ગાવા લાગે ઃ 'ચકચકચીં, ચકચકચીં.'રાજાનો બગીચો જ એવો લીલોછમ હતો, રૃડો રૃપાળો હતો, મહેંકતો બહેકતો હતો કે ચકલાં- ચકલીઓને આવવાનું મન થાય જ. ગાયા વગર તો રહી જ શકે નહિ.ચકલાંઓ સમૂહમાં ચકચકચીં કરે અને રાજાહુકમ કરે ઃ 'ચકલાંને મારો.'રાજાએ સભા બોલાવી. દરબારીઓને સલાહકારોને પૂછ્યું ઃ 'રાજ્યભરમાંથી ચકલાં દૂર કરવા છે. ઉપાય બતાવો. આપણા રાજ્યમાં ચકલાં નહિ જોઈએ. આ ચકચકચીં નહિ જોઈએ.''ચકલાંને મારવા છે ? એમાં શી મોટી વાત છે ? મારો.' સલાહકારોએ સલાહ આપી. સલાહકારો હંમેશા રાજાને ગમતી જ સલાહ આપતા હોય છે. તેઓ કહે ઃ 'પથરાથી મારો, ઢેફાં- ઢેખાળાથી મારો, ગિલોલથી મારો, તીર- તલવારથી મારો, ત્રિશૂળ ભાલાથી મારો...''ચકલાંને મારો,' જેવો અમલ શરુ થયો પણ ચકલા કોને કહ્યાં છે ? આમથી મારે તો તેમ જાય, તેમથી મારો તો બીજે જાય. બીજેથી મારો તો પાછા આમ આવે, અને શરુ કરી દે ઃ 'ચકચકચીં... ચકચકચીં....'રાજાએ પાછી સભા બોલાવી. રાજા કહે ઃ 'આ તો માનતા જ નથી આ ચકલાં. સલાહ આપો.' સલાહકારોએ સલાહ આપી કે ઃ 'ચકલાંને મારવાનું કામ માત્ર રાજ્યનું નથી પ્રજાનુંય છે. આપી દો ઇનામ, પ્રજાને એક ચકલાનો એક ટકો.'હુકમ જારી થયો. એક ચકલું મારો અને એક ટકો મેળવી લો. બસ શરુ થઈ ચકલા મારની હોડ અને દોડ. ચકલાં જુઓ કે મારો. એક ચકલું મારો અને એક ટકો મેળવી લો. બે મારે તેને બે મળે.ત્રણ મારનારને ત્રણ મળે.બેકાર લોકોને ધંધો મળી ગયો. પ્રજાને જાણે બીજું કંઈ કામ જ રહ્યું નહિ. ચકલાંને મારો. દીઠે ઠાર કરો. ચકલે ચકલે કમાણી કરો.આ વખતે રાજાને ફતેહ મળી. તેને ખરેખરી સફળતા મળી. લોકોએએવો ચકલામાર કાર્યક્રમ ઉજવ્યો કે એકેય ચકલું ન રહ્યું.ચકલું ફરકે ય શાનું ? લોકો મારવાને તૈયાર જ બેઠા હોય ! એકાદ ચકલું આ તરફ આવી ચઢે કે દોડે માણસો તેની પાછળ. ચકલું એક, મારનાર અનેક. ચકલું કંઈ બચે કે ?ન બચ્યું ચકલું, ન બચ્યા ચકલાં. ખતમ- નાશ. સર્વનાશ ચકલાંઓનો સામટો વિનાશ.રાજાને હવે મોડા ઉઠવામાં વાંધો ન હતો.હવે સવારે કોઈ ચકલાં ચીં-ચીં કે ચકચક ચીં કરતા નહિ. ન રહ્યાં ચકલાં, ન રહી ચીં ચીં ન રહ્યા. ચકલાં ન રહ્યાં ગીત નરહ્યાં પંખી, ન રહી ફડફડ, ન રહી, ફડફડ નરહી તડફડ.રાજાને હાશ થઈ હશે ? થઈ જ હશે ! પણ થોડાદિવસ પૂરતી. થોડા મહિના પૂરતી.જેવી પાકની મોસમ આવી કે પાક જ ન મળે. ખેતરો ખાલીખમ ઝાડવા સૂઈ ગયાં, છોડવા સૂકાઈ ગયા, વાવેલો પાક ઊગે તે પહેલાં જ સૂકાઈ જાય. બિયારણ જમીનમાં પહોંચે કે મરી જાય. ખેતરો ખાલીખમ. ન અનાજ પાકે, ન દાણા. ન કોથમીર, ન ધાણા, ન ઘઉં, ન ચોખા, જ્યાં જુઓ ત્યાં ખાડાઓ બોખા. નબાજરી, ન મકાઈ, ન ગુવાર, ન જુવાર, ન સરગવો ન રીંગણ.ખેડૂત જોતો રહી ગયો. અરે, વાવતો રહી ગયો. વાવ્યું કે ગયું. જમીનમાંથી ડૂંડલુ ય બહાર આવે નહિ. આવે તો માથુ હલાવે નહિ, માથુ હલાવે તો લબડી પડતા વાર નહિ.શરુ થયો દુકાળ.શરુ થયો ભૂખમરોશરુ થઈ કારમી બેકારી.મોં ખૂલતા પણ ખાવા માટે બગાસાં. બીજુંતો કંઈ ખાવાનું હતું જ નહિ. સુક્કાં ખેતર વળી શું આપે ?લોકોએ અવાજ શરુ કર્યો ઃ 'ખાવા આપો, ખાવા આપો રોટલી આપો, ભાત આપો. શાક આપો, દાણા આપો. ભાજી આપો, પાલો આપો. ફુસકી આપો, કુસકી આપો ખાવા માટે કંઈ પણ આપો.'રાજા ચિંતામાં પડી ગયા. બોલાવી સભા.સલાહકારોના ટોળાં હાજર થયાં પંખીઓનાંટોળાંને ઉડાડી મૂકનાર પણ આ સલાહકારો હતા. તેમણે તો આપવા માંડી સલાહ ઃ 'અનાજબીજેથી મંગાવો, બીજા દેશમાંથી હોંશિયાર લોકોને બોલાવો. અમને સલાહકારોને વિદેશ જાણવા શીખવા મોકલો.'દેશ મરતો હતો અને સલાહકારો પોતાના લાભની જ સલાહ આપતા હતા.એક ઘરડો ખેડૂત ઊભો થયો કહે ઃ 'હું... હું કંઈ કહું, રાજાજી ?''કહો.'ખેડૂત કહે ઃ 'ચકલાંઓને પાછાં બોલાવો.''હેં...!''હા. જ્યારે આપ સહુ ચકલાઓને મારતા હતા ત્યારે જ હું કહેવાનો હતો પણ નગારામાં આ ખેડૂતની પિપૂડી કોણ સાંભળે ? એટલે ચૂપ રહ્યો. બાકી સાચું કહું તો જે ચકલાંઓ કમાલ કરશે, એ આ સલાહકારો નહિ કરી શકે.'ચકલાંઓ ખેતી કરશે ? ચકલાંઓ અનાજ ઉગાડશે ? ચકલાંઓ જુવાર, બાજરી, ઘઉં, મકાઈ, ઉગાડશે ?'એ હા રે હા,' અનુભવી ઘરડો ખેડૂત કહે ઃ 'અનાજ તો શું, ચકલાંઓ શાકભાજી અને કપાસઉગાડશે, ફૂલો અને ફળનાં ઝાડ ઉગાડશે.''કેવી રીતે ?' રાજાએ પ્રશ્ન પૂછ્યો. ચમચાઓએ પડઘો પાડયો ઃ 'કેવી રીતે ? કેવી રીતે ?'જેની જિંદગી જ ખેતરમાં વીતી છે એવા ખેતા દાદાજી કહે ઃ 'એવી રીતે કે ચકલાંઓખેડૂતના મિત્ર છે. ફૂલ છોડ ઝાડ પાકના ડોક્ટર છે...''હેં ! ચકલાઓ ડા-ક-ટ-ર ?''હા, ઝાડવાંઓને ય રોગ લાગુ પડે છે. તેમને ય જીવાતો પજવે છે. નાના દેખાય તેવાં અને ન દેખાય તેવાં જીવડા જમીનમાં પેઠાં કે પાક નાપાક થયો જ સમજો. છોડને ખીલવા જ નહિ દે. ખીલશે તો ઊગવા જ નહિ દે. ઊગશે તો પાંદડાં ડૂંડલા ફળને ય નકામા બનાવી દેશે, ભઈલાઓ...'આજીવન ખેડૂત દાદા કહે ઃ 'આપણને જેમ ગડગુમડ ચાંદા ચાઠા પડે છે, ખંજવાળ આવેછે, વલૂરવાનો વા લાગુ પડે છે તેવું જ આખેતીને ય થાય છે. બિચારા દુઃખી દુઃખી થઈને મરી જાય છે. તમે જોતાં રહો અને તમારી સામે તમારાં કુમળાં બાળુડાં સા-ફ.''શું કહો છો દાદાજી ?' રાજાએ જ પૂછ્યું,ઃ 'સમજાવો.'ખેતા દાદા કહે ઃ 'આ ચકલાં ખાલી ચીં ચીંનથી કરતા તેઓ આપણાં ખેતરની સફાઈ કરે છે. ઝાડના મૂળમાં જે જાતજાતની જીવાતો,ઇયળો, ઉધઈઓ, બગાઈઓ, ચૂસિયાં, ખૂસિયાં, ભૂસિયાં જીવડાંઓ થાય છે. એ વિનાશક જીવતાંઓ તો આ ચકલાનો ખોરાક છે. વીણી વીણીને ચકલાં ઝીણાં ઝીણાં તીણાં કીણાં જીવડાઓને સાફ કરે છે. પછી ખેતીને રોગ લાગે જ શાનો ? ડા-ક-ટ-ર હાજર હોય પછી કંઈ દરદી ઓછા મરે ? પાણી પહેલાં જ પાળ. રોગ પહેલાં જ ઉપાય.'રાજાએ સલાહકારોને પૂછ્યું, 'અલ્યાઓ, આ ખેતાદાદા સાચું કહે છે ?'સલાહકારો કહે ઃ 'અજમાવી જોઈએ.'ફરીથી ચકલાંઓને બોલાવવાનો કાર્યક્રમ શરુ થયો. તેમને દાણા અપાયા, તેમને જીવતદાન અપાયા, તેમને માટે ચબૂતરાઓ ઊભા થયા, અરે પાણી માટે હવાડા થયા તથા ઢોચકા અને માટલાંઓ મૂકાયા.ચકલાંને જતા વાર લાગે. આવતા કંઈ વાર લાગે ? એ તો સાવ ભોળા જીવ. મફતની દવા કરનારા વૈદ્યો. આવી પહોંચ્યા ચકલાંઓ, કાબરો અને તૈતર, બુલબુલ અને કાગડા, નાની ચકલીઓ અને મોટી ચકલીઓ. અરે લાલ ભૂખરા, ભૂરી, કાળી, કાબરચીતરી કંઈક જાણી અજાણી ચકલીઓ.શરુ થઈ ગયું પાછું ચકચકચીં, ચકચકચીં.ચકલાંઓએ તો ખેતરો ચોખ્ખાંચટ બનાવી દીધાં. ઝેરી જીવડાઓ સાફ, મૂળને ખોતરનારા સાફ, થડને કોરનારા સાફ અને પાંદડાને ચાવી જનારા સાફ. દાણાનો દૂણો સાફ અને ફળ માંહેની ઇયળો સાફ.ફરીથી શરુ થઈ ખેતી.આહાહાહા ! ચકલાંથી વધુ પાક, પાકથી વધુ ચકલાં.ચકલાઓની ચીંચીં શરુ, ડુંડલાઓનું ડોલવું શરું.લીલોછમ પાક શરૃ, હરિ હરિ હરિયાળી શરુરાજાએ ખુશીમાં આવી જઈ સભા બોલાવી. સલાહકારોને પૂછ્યું ઃ 'હવે શું કેવ છો તમે ?'સલાહકારોએ સલાહ આપી ઃ 'ખેતાદાદાને જ પૂછીએ.'ખેતાદાદા કહે ઃ 'પૂછવાનું શું વળી ? ચકલાંનું સંગીત તો ખેતીની પ્રાર્થના છે. ભોજનનું ભજન છે. વહેલા ઊઠીને જે કોઈ એ ગીત સંગીત સાંભળે એ સાજો રહે, તાજો રહે, ખીલેલો રહે, સમૃદ્ધ રહે. ભૂખે તો કદી ન મરે, ચકલાં તો જીવે અને જીવાડે. ખાય અને ખવડાવે. ગાય અને ગવડાવે, આનંદ કરે અને કરાવે, લીલાલહેર અને ચકલાંની મહેર. બોલો લોકો ચકલાને મારશો હવે ?''ના.... ના.... ના....''ચકલાં સાથે ગાશો ગીતો ?''હા... હા... હા...''ઉંઘણશી બનશો કે વહેલા ઉઠનારાં ?''વહેલાં ઉઠનારાં'ત્યારે ચાલો ગાઈએ ઃચકલાંઓને મારશો નહિચકલાંને ઉડાડશો નહિચકલાંઓ તો સાથી છેખેતરના સંગાથી છેફળફૂલના છે ફોજદારઊભા પાકના પહેરેદારગાતાં એમને રોકશો નહિએમની ટીં- ટીં રોકશો નહિવૈદ્ય વગર પૈસાના છેહિત હેત હૈસાનાં છેચકચકચીં એમનું જંતરખુશ રહેજો એમનો મંતરભગાડશો નહિ, ઉડાડશો નહિચકલાંઓને મારશો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

બાળ વિભાગ અને વાર્તા