અનજાન
અનજાન
નાનકડી રીના બધાને લાડકી કંઈ પણ કામ હોય રીના જ દોડે ખૂબ ઉત્સાહ કામ કરવાનો દોડધામ ચાલું જ હોય એની ઘરમાં..
ક્યારે એ 20વરસની થઈ ગયી ખબર જ ના રહી!
એના લગ્નની દોડધામ મચી ગઈ ઘરમાં
જે ઘરમાં નાના મોટા કામ માટે દોડતી હતી. એના લગ્ન માટે ઘરમાં કોઈ પાસે સમય ના હતો..
ખુબ ધામધૂમથી રીના ના લગ્ન લેવાયાં જે ખુશી લગ્ન ની હતી એના થી બમણા દુ:ખથી ની વાત રીના વિદાય હતી..
ઘરના ને બહારના સગાં સંબંધીઓ કોઈની આંખ કોરી નથી,
દરેકને રીના ના જવાનું દુ:એ છે.. એમાં રીના નું રુદન અટકતું જ નથી..
રીના નવા સપનાં ને ખુશી સાથે જે ઘરમાં જાય છે. એ બધું થોડા દિવસે સુધી નું હોય છે..પતિ નો પ્રેમ ચાર દિવસ હોય ને દિવસે ને દિવસે એના સપના રોળાઈ છે.. પિયર ની ખુશી ને પ્રેમ આગળ સાસરીયા નું વાતાવરણ ખુબ જ જુદું હતું..
રીના જેમ તેમ જીવન પસાર કરે છે..
થોડા વર્ષો માં બે બાળકો ની માં બંને છે.. ને દરેક પરિસ્થિતિનો સામનો કરવા લાગે છે.. ક્યાં એ નાનકડી હસતી કુદતી ફુલ જેવી રીના ને ક્યાં એ દરેક સમયે ને સાથે જીવતી રીના..
સમય બદલાતો રહે છે.. રીના ખુબ મહેનત કરે છે..
જાય છે.
બાળકોને સારુ શિક્ષણ આપવા પોતાનુ જીવન ભુલી જાય છે. એવામા એના જીવન માટે એક એવા વ્યક્તિ ને મળે છે જે એના જીવન ને બદલી નાખે છે રીના એની મિત્ર બની જાય છે. રીના ના જીવન માટે આ અનજાન કેવી રીતે આવ્યો. એકવાર રોના જે ગુહઊધોગ કરે છે એ માલ આપવા જતી હતી ને રસ્તા માટે અનજાન ના બાઈક મા અથડાઈ જાય છે ને બંને ની પહેલી મુલાકાત. રીના રડવા લાગે છે તો અનજાન એને ઊભી કરે છે અને વાગયુ છે કે નહી પુછ્યું. એનુ રીના ને પાણી પીવડાવી શાંત કરે છે. એનુ વખતે રસ્તા માટે કોઇ ની અવરજવર ખાસ નહોતી .રીના રડતા રડતા કહે છે કે મારા પતિ ને ખબર પડશે કે પડી ગયી છ તો મને બોલશે.અનજાન એને સમજાવે છે કે ડરો છુ નહી .કોઈ એનેતમને પડ્તા જોયા નથી કોઈ નહી બોલે તમને. કોઈ કામ હોય તો ફોન કરજો હુ સમજાવી શ તમારા પતિ ને
રીના ઘરે આવી .ગભરાઈ ગઈ હતી. બીજા દિવસે તો એ ડર ના કારણે બિમાર થઈ જાય છે. અનજાન ને રીના નો ચિંતા થાય છે ને એ રીના ને ફોન કરે છે .રીના રડવા લાગે છે. ને પોતાની બિમારી નુ કહે છે. અનજાન રીના ના ખબર પુછવા એના ઘરે આવે છે. અનજાન ને જોઈ રીના નુ દરદ ઓછુ થઈ જાય છે રીના મનોમન અનજાન તરફ આકર્ષિત થઈ જાય છે અનજાન ને જોતા જ રીના ને શુ થઈ જાય છે એ રીના પણ જાણતી નથી. અનજાન પણ રીના ને જોઈ કઈક અલગ બની જાય છે. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી વધે છે. રીના નુ જીવન બદલાઇ જાય છે એ ખુબ ખુશ રહેવા લાગે છે.
રીના એ કોઈ દિવસ નહોતુ વિચાયુ કે એનુ જીવન આમ બદલાઈ જશે. રીના જીવન ની બધી વાતો એને કહેવા લાગે છે. રીના ને તો બસ એક એવો સથવારો મળી જાય છે જેની એને જરુર હોય છે. એક અઠવાડિયે બંને ફોન કરે ને બધી વાતો એક બીજા ની સાંભળે. રીના તો એટલી ખુશ થઈ જાય કે પાછો જ નહી. આમ ને આમ બંને નો સબંધ આગળ વધે છે 3 વર્ષ સુધી વાતો થઈ ને એક સામાજિક પ્રસંગે રીના પતિ ને બાળકો સાથે અનજાન ના ઘરે જાય છે ત્યારે અનજાન રીના ને એની બેન ને મળવા લઈ જાય છે ને વચ્ચે પુછે છે ..રીના I love you. you love me?જલદી જવાબ આપ.મારી પાસે સમય નથી. હુ ખુબ ખુશ છુ તુ મારા ઘરે આવી છે એટલે. મારી ખુશી તારા જવાબ થી વધી જશે. please ને 3 વર્ષ થી જે અનજાન હતો એ એનો હમસફર બની ગયો.
સમય એનુ કામ કરે છે ને રીના ને અનજાન નુ જીવન ચાલે જાય છે. એક બીજા જોડે વાત કરે ને ખુશી કે દુખ મા સાથે રહીશ એવા વચનો આપીને જીવન ચાલતુ હોય છે. આમ બન્ને વચ્ચે સમન્વય હોય છે એટલા ખુશ છે બંને કે પોતાના જીવન ને એ ખુબ મહાન સમજે છે. આખી દુનિયા નુ સુખ મળ્યુ હોય એમ સમજે છે ...
પરંતુ રીના ખુબ બિમાર થઈ જાય છે ને અનજાન એના કામ માટે બહાર હોય છે. થોડા દિવસો થી વાત પણ નથો થઈ હોતી રીના પોતે ખુબ બિમાર હોવાથી છતા અનજાન ની ચિંતા રહે છે. પોતાની બિમારી ઘર મા ઘણી તકલીફ ને અનજાન ની ચિંતા મા રીના અડધી થઈ જાય છે. એવામા રીના નુ નસીબ રીના જોડે - નવા નવા ખેલ કરાવે છે .એના પતન નો સમય આવી ગયો છે જેનાથી અનજાન છે રીના. રીના દવા લેવા ગયી હોય છે ને એની મુલાકાત એક અજનબી થી થાય છે. ક ઇ વાત નીકળતા બંને વચ્ચે ખુબ વાતો થાય છે. એ અજનબી નુ નામ કીરણ હોય છે. કીરણ એટલી બધી વાતો કરે છે કે રીના એની આગળ બધુ જોઈને કહી દે છે. એટલુ પણ નથી વિચારતી કે હુ સાવ અજાણ્યા માણસને શુ કહુ છુ.સાવ ભોળી નાદાન દુખ કહી દે છે. એના આ કહેવાથી શુ પરીણામ આવશે એ વાત થી અજાણ છે.કીરણ એના ભોળી પણ નો ખુબ ફાયદો ઊઠાવી ને એનો ફોન નંબર મેળવી લીધો. મીઠી મીઠી વાતો કરી એના ઘરે લઈ ગયો. એના માતા પિતા જોડે ઓળખાણ કરાવી. ને એનુ કામ કરવા લાગ્યો. એને એટલી ખોટી લાલચ આપી કે રીના એની દરેક વાત પર વિશ્વાસ કરવા લાગી.કીરણ બેચલર હતો માતા પિતા સાથે રોજ લડાઈ કરતો હતો ખુબ બગડી ગયેલો હતો.
રીના નુ બધુ માને છે એવા નાટક કરતો ને રોજ રીના ને છેતરતો. રીના ને પૈસા ની જરુર હતી તો એની માતા પાસે અપાવી ને એને રીના ને ઊપકાર નીચે લાવી દીધી. નોકરી ની લાલચ આપી .ને એના માતા પિતા ને કોઈ કહેવુ હોય રીના દ્વારા કહેવરાવતા .રીના પણ મને કેવા સરસ લોકો નો સાથે મળ્યો છે એમ માની ને એ પરીવાર માથી ભળી જાય છે.એક દિવસ કીરણ રીના ને ફોન કરીને મારે ભણવા થોડા પુસ્તક ની જરુર છે ને મમ્મી જોડે ઝગડો થયો છે મને ગમેતેમ કરી ને લાવી આપો ને હુ આપી દ ઈશ.રીના ને નોકરી ની લાલચ હોવાથી સગા ના તયા થી 18000 ના પુસ્તકો લાવી આપે છે. આ પૈસા રીના ના
જીવન મા તોફાન લાવી દે છે .1 મહિના પછી રીના પૈસા ની માગણી કરી ત્યારે કીરણ રોજ નવા બહાના કાઢે છે.રીના ખુબ કંટાળી જાય છે. એક બે વખત તો એના કામ ના સ્થળે પણ જ ઈ આવી પરંતુ પૈસા ના મળતા રીના ખુબ રડે છે. કોને કરે વાત.
કોની પાસે થી લાવવા?,
એવામા એના નજીક ના સંબધીની રીના ની મુલાકાત થઈ ફોન નંબર ની આપ લે થઈ. એ ભાઈ એ કેમ છો શ ચાલે છે એમ ફોન કયૉ .ને કહયુ કે હુ વ્યાજે પૈસા આપુ છુ કે ઈ કામ હોય તો કહેજો .રીના ને જરુર હતી ને મળી ગઈ. રીના એની પાસે થી પૈસા લાવે છે ને સગા ને આપી દીધા.
હવે પેલા પૈસા માટે ધક્કા ખાધા પણ નથી મેળવી શક્તી ખુબ કંટાળી જાય છે. ને રીના ને પૈસા માટે એવી મુશ્કેલી આવે જે વિચારી નથી શકતી ને અનજાન બઘુ જાણી જાય છે. આમા થી બહાર નીકળવા અનજાન માનસિક મદદ કરે છે રીના હપતએ હપતએ પૈસા તો ભરી દે છે પણ જીંદગી હારી જાય છે. એ પછી રીના બારેમેધ બની ને અનજાન પર વરસે છે એને એના પ્રેમ માટે મદહોશ કરી દે છે .ખુબ યાદો છે બંને ની પળે પળે સાથે રહે છે અનજાન સાથે ના છોડવાનો વચનો આપે છે જીવન ના 15 વર્ષ આમ સાથે રહે છે..
પરંતુ 1 વર્ષ થી અનજાન નુ ધ્યાન બીજે જાય છે. અનજાન રીના ને ઇગનોર કરે છે રીના ની ફરિયાદ પર ધ્યાન નથી આપતો કેમ કે એના જીવન માટે એક યુવતી આવી હોય છે રીના ને ખબર પડે છે પણ અનજાન જુઠુ બોલે છે. રીના ખુબ રડે છે ખુબ પુછે છે પમ માનતો નથી અનજાન. હવે શુ કરવુ રીના એ .મારી આ કહાની સતય છે રીના એની શુ કરવુ અનજાન ને છોડી દેવો?
ભાવના મેવાડા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for visiting