Varta

બાળ વિભાગ અને વાર્તા

જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખા...

અનજાન 2

               અનજાન


અનજાન મિત્ર વાંચી ને પછી ભાગ 2વાંચવો.

મિલો દૂર રહેલી મૈત્રીથી તનુજા ખૂબ ખુશ રહેવા લાગી હતી પહેલા ની બધી ઉદાસી ક્યાં ગાયબ થઈ ગઈ હતી એ એ પણ જાણતી ન હતી.

હવે તો બસ તનુજા રોજ સવારે અને સાંજે મિત્રના મેસેજની રાહ જોવે છે મિત્રના ગુડ મોર્નિંગથી સવારની શરુઆત થાય છે, 
સવારના સોનેરી કિરણો બસ તનુજા માટે ના હોય એવી એની લાલીમામા તનુજા નો ચહેરો પણ લાલઘૂમ થઈ જાય છે.

 રોજ સવાર પણ પડતી હતી રોજ બધા કામ પણ થતા હતા પણ આ સ્વપ્ન પછી તો તનુજા નું જીવન જ બદલાઈ જાય છે હવે તો બસ નાનામાં નાની વાત પણ તનુજા મિત્ર ને કહે છે. આજે પણ એ લખે છે ઘરના કામ કરે છે પરિવાર સાથે ખુશ રહે છે તનુજા ના ચહેરાની રોનક બતાવે છે..મિત્ર ના કારણે પરીવાર મા કોઈ તકલીફ ના રહે તેનુ ધ્યાન રાખે છે.

સમય કયા કોઈ ની રાહ જોવે છે. તનુજા ના મિત્ર નો મેસેજ આવે છે ને કહે છે કે ફોન કરુ ?તનુજા ઘરે એકલી હતી કહે હા, વાત કરતા કરતાં મિત્ર એ પુછ્યુ તનુજા મે તને કોઈ દિવસ જોઈ નથી કે આપણે ફેસ ટુ ફેસ મળ્યા નથી તો આપણે મળી શકીએ??

તનુજા કહે કઈ રીતે !!!!!!! મિત્ર કહે ટેકનોલોજીનો યુગ છે જો આપણે આના દ્વારા વાત કરી શકતા હોય, મેસેજ કરી શકતા હોય તો વીડીયો કોલ કેમ નહી.

પણ હા તને ગમે તોજ,તારી સલામતી મારે પહેલા જરુરી છે.

તનુજા કહે હા ને પહેલી વાર તનુજા એ સપનાં પછી મિત્ર ને વિડીયો કોલ ના કારણે જોવે છે .એની આંખો અંજાઈ જાય છે,

સામેજ નથી જોઈ શકતી.મિત્ર ને આમ સામે જોઈ ને તનુજા ની આંખમાં પાણી આવી જાય છે. ખુબ ખુશ છે આજે મિત્ર ના સમજાવાથી છે..તનુજા મારી સામે જો ને શાંતિ થી વાત કરે છે..

તનુજાના જીવનમાં કઠીન પળ આવીને ઊભી રહે છે..તનુજાના પતિ અચાનક કોરૉના લોગડાઊન વખતે બીમાર થઈ જાય છે. તનુજાને હૉસ્પિટલમાં રહેવું પડે છે. આ સમય મિત્ર રોજ મેસેજ દ્વારા તનુજા ને હીંમત આપે છે ને,10દિવસ પછી તનુજા ઘરે આવે છે પતિને લઈને ત્યારે પણ મિત્ર કહે છે હુ છુ કોઈ કામ હોય તો ચોક્કસ કહેજે.આમ હર દુખ ની ઘડીમાં
અનજાન

મિત્ર પોતાની ફરજ નિભાવવા તત્પર રહેછે.

તો શુ મિત્રો તનુજા ને પોતાના અનજાન મિત્ર થી મુલાકાત કરાવવી જરૂરી લાગે છે

અનજાન મિત્ર 2


- Bhavna Mevada



 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

બાળ વિભાગ અને વાર્તા